Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ખ્રિસ્તમાં વિકાસ

    હ્રદયનાં જે ફેરફારથી આપણે ઈશ્વરનાં બાળક બનીએ છીએ તેને શાસ્ત્રમાં જન્મ કહેલ છે. વળી તેને ખેડુતે વાવેલ સારાં બી ઉગે છે, તેની સાથે સરખાવેલ છે. તે જ પ્રમાણે જેઓનું ખ્રીસ્તમાં બદલાણ થાય છે તેઓ “નવાં જન્મેલાં બાળકો” ની માફક “વૃદ્ઘિ પામીને” ખિ્રસ્તમાં સ્ત્રી પુરૂષો થાય. (૧ પીતર ર:ર, એેફેસી ૪:૧પ). અથવા ખેતરમાં વાવેલ સારાં બીની માફક તેઓએ ઉગવું અને ફળ આપવાં જોઈએ. યશાયાશ કહે છે કે, “તેના મહિમાનાં અર્થે તેઓ ધાર્મિકતાના વૃક્ષા, યહોવાહની રોપણી કહેવાશે.” યશાયાહ ૬૧:૩. તેથી આત્મિક જીવનના ભેદભર્યાં સત્યો સારી રીતે સમજાવવા કુદરતી જીવનમાંથી દાખલા લીધેલા છે.SC 56.1

    માણસનું બધુ ડહાપણ અને કળા ભેગાં કર્યાં હોય તો એ નાનામાં નાના કુદરતી પદાર્થમાં જીવ મૂકી શકાતો નથી. ફકત ઈશ્વરે આપેલા જીવનની જ કોઈ પણ છોડ અથવા પ્રાણી જીવતું રહી શકે છે. તેવી જ રીતે ઈશ્વર તરફથી મળેલ જીવનની જ માણસોનાં અંત:કરણમાં આત્મિક જીવનનો જન્મ થાય છે.જયાં સુધી માણસ “નવો જન્મ” પામે નહિ, ત્યાં સુધી જે જીવન આપવા ઈસુ આવ્યો હતો, તેના ભાગીઆ થઈ શકતા નથી. (યોહાન ૩:૩)SC 56.2

    જે વાત જીવન વિષે કહી, તે જ વૃદ્ઘિને -વિકાસને લાગુ પડે છે. કળીમાંથી મહોર અન ફૂલમાંથી ફળ બનાવનાર ઈશ્વર જ છે. તેની શકિતથી જ બી વૃદ્ઘિ પામે છે. “પહેલાં અંકુર, પછી કણસલુ, પછી કણસલાંમાં પુરા દાણાં.” માર્ક ૪:ર૮. પ્રબોધક હોશીઆ ઈસ્ત્રાએલ વિશે કહે છે કે, “તે કમળની પેઠે ખીલશે.” “તેઓ ધાન્યની પેઠે સજીવન થશે, અને દ્રાક્ષાવેલાની પેઠે ખીલશે.” હોશીઆ. ૧૪:પ, ૭. વળી ઈસુ આપણને આજ્ઞા કરે છે કે, “ફૂલઝાડોનો વિચાર કરો, તેઓ કેવાં વધે છે.” લુક ૧ર:ર૭. છોડ અને ફૂલ પોતાની કાળજી, ફીકર અથવા પ્રયત્નથી ઉગતાં નથી, પરંતુ તેમને જીવન આપવા માટે ઈશ્વરે જે પુરૂં પાડયું છે તેનાથી જીવે છે.બાળક પોતાની ચિંતા કે શકિતથી પોતાના કદમાં જરાએ વધારો કરી શકતું નથી. તેવી જ રીતે ચિંતા કે સ્વપ્રયત્નથી તમે આત્મિક વિકાસ મેળવી શકશો નહિ. છોડ અને બાળક પોતાની આજુબાજુના સંજોગો-હવા, પ્રકાશ અને ખોરાક-માંથી જીવન મેળવી વિકાસ પામે છે. જેમ આ કુદરતી બક્ષીસો પ્રાણી અને વનસ્પતિને જીવન તથા વિકાસ આપે છે તેમ જેઓ ખ્રીસ્તમાં વિશ્વાસ રાખે છે, તેઓને ખ્રીસ્ત (આત્મીક) જીવન તથા વિકાસ આપે છે. તે તેઓનું “સર્વકાળનું અજવાળું” અને “સુર્ય” “તથા ઢાલ છે.” યશાયાહ ૬૦:૧૯ ગીતશાસ્ત્ર ૮૪:૧૧. તે તેઓના “હકમાં ઝાકળ રૂપ” થશે, અને “જેમ કાપેલા ઘાસ પર વરસાદ પડે છે, .... તેમ તેની ઉન્નતિ થતી રહેશે.” હોશિઆ. ૧૪:પ; ગીતશાસ્ત્ર ૭ર:૬. તે જીવતું પાણી, તેમજ “આકાશમાંથી જે ઉતરીને જગતને જીવન આપે છે, તે દેવની રોટલી છે.” યોહાન ૬:૩૩.SC 56.3

    પોતાના પુત્રનું અનુપમ દાન આપીને ઈશ્વરે કૃપાના વાતાવરણથી આખા જગતને ઘેરી લીધું છે, અને તે પૃથ્વીના ગોળાને હવાએ ઘેરી લીધે છે એટલું જ સત્ય છે. જેઓ આ હવાનો શ્વાસ લેવાનું પસંદ કરશે તે જીવશે અને ઈસુ ખ્રીસ્તમાં નર નારીએ રૂપે કદમાં વૃદ્ઘિ-વિકાસ પામશે.SC 57.1

    જેમ પુષ્પ સૂર્ય તરફ ફરે છે અને તેનો પ્રકાશ તેની સુંદરતા અને આકાર પૂર્ણ કરવામાં મદદ કરે છે તેમ આપણે ન્યાયીપણાના સૂર્ય તરફ જોઈએ કે જેથી સ્વર્ગનો પ્રકાશ આપણા પર પડે અને આપણું ચારિત્ર્ય વિકાસ પામીને ખ્રીસ્તના ચારિત્ર્ય જેવું થાય.SC 57.2

    એજ શિક્ષાણ આપતાં ઈસુ કહે છે કે, “તમે મારામાં રહો, ને હું તમારામાં (રહીશ); જેમ ડાળી વેલામાં રહ્રા વિના પોતાની મેળે ફળ આપી નથી શકતી, તેમ તમે પણ મારામાં રહ્રા વિના, (ફળ) આપી શકતા નથી...... મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી.” યોહાન ૧પ:૪, પ. જેમ ડાળી વિકાસ તથા ફળ માટે થડ પર આધાર રાખે છે, તેમ પવિત્ર જીવન જીવવા માટે તમે ખ્રીસ્ત પર આધાર રાખો છો. તેનથી નિરાળું તમને જીવન નથી. પરીક્ષાણ સામે થવા માટે અથવા કૃપા અને પવિત્રતામાં વૃદ્ઘિ-વિકાસ પામવાં માટે તમારામાં શકિત નથી. તેનામાં રહેવાથી તમે વૃદ્ઘિ પામશો. તેનામાંથી જીવનરસ મેળવશો, તો તમે સુકાશો નહિ, તેમ નિષ્ફળ પણ નહિ થશો. તમે નદીના પાણી પાસે વાવેલ ઝાડની માફક વૃદ્ઘિ પામશો.SC 57.3

    કેટલાકને એવો ખ્યાલ હોય છે કે, કેટલુંક કામ પોતે એકલાએજ કરવું જોઈએ. તેઓ પાપની માફી માટે ખ્રીસ્તમાં વિશ્વાસ રાખતાં હતાં. પરંતુ પોતાના પ્રયત્નથી ખરૂં જીવન જીવવા પ્રયત્ન જરૂર કરે છે. પરંતુ આવો દરેક પ્રયત્ન જરૂર નિષ્ફળ જાય છે. ખ્રીસ્ત કહે છે કે, “મારાથી નિરાળા રહીને તમે કંઈ પણ કરી શકતા નથી.” કૃપામાં આપણો વિકાસ, આપણો આનંદ અને આપણી ઉપયોગીતા એ બધું આપણા ખ્રીસ્ત સાથેના ઐકય પર આધાર રાખે છે. તેની સાથે સંબંધ રાખવાથી -હંમેશ, હર ઘડી તેનામાં જ રહેવાથી જ આપણે કૃપામાં વૃદ્ઘિ પામીએ છીએ. તે આપણા વિશ્વાસનો ઉત્પન્ન કર્તા છે એટલું જ નહિ, તે તો સંપૂણકર્તા છે. તે પહેલો, છેલ્લો અને હંમેશાં છે. તે શરૂઆતમાં અથવા અંતમાં આપણી સાથે રહે છે એટલું જ નહિ પણ તેને તો દરેક ને પગલે આપણી સાથે રહેવાનું છે. દાઉદ કહે છે કે, “મે મારી સન્મુખ યહોવાહને નિત્ય રાખ્યો છે; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.” ગીતશાસ્ત્ર ૧૬:૮.SC 57.4

    શું તમે એમ પુછો છો કે, “હું ખ્રીસ્તમાં કેવી રીતે રહુ?” - પ્રથમ તમે તેને સ્વીકાર્યો હતો તેવી જ રીતે. - “જેમ તમે ખ્રીસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે તેમ તેનામાં ચાલો.” “ન્યાયી(સેવક) વિશ્વાસથી જીવશે.” કલોસી ર:૬; હેબ્રી ૧૦:૩૮. તમે સંપૂર્ણ ઈશ્વરના થવા માટે અને તેની સેવા કરવા તેમજ તેને આધીન રહેવા માટે પોતાની જાતને ઈશ્વરને અર્પણ કરી છે, અને પોતાના ત્રાતા તરીકે ખ્રીસ્તને સ્વીકાર્યો છે. તમે પોતાના જ પ્રયત્નથી જ પ્રાયશ્ચિત તમે તેનામાં વૃદ્ઘિ પામવાના છો . -વિશ્વાસ આપો અને વિકાસ લ્યો. તમારે હ્રદય , ઈચ્છા અને સેવા બધું તેને આપવાનું છે; તેની બધી જરૂરીઆતોને તાબે રહેવા પોતાની જાતને અર્પણ કરવાની છે; અને તમારે આધીન રહેવાની શકિત મેળવવા માટે સર્વ આશિર્વાદોની સંપૂર્ણતા સમા ખ્રીસ્તને - તમારા હ્રદયમાં વાસ કરવા માટે તેમજ શકિતવાન તથા ન્યાયી બનાવવા માટે અને સદાનો સહાયક થવા માટે -સ્વીકારવાનો છે.SC 58.1

    પ્રભાતમાં પ્રથમ કામ તમારી જાતને ઈશ્વરને અર્પણ કરવાનું કરજો, અને પ્રાર્થના કરજો કે, “ઓ પ્રભુ, મને સંપૂણ રીતે પોતાનો કર, હું મારી બધી યોજનાઓ તારા ચરણે ધરૂં છું. મારો આજે તારી સેવામાં ઉપયોગ કરજે. મારામાં રહેજે અને મારૂં બધું કામ તારામાં થવા દેજે.” આ રોજનું કામ છે. દરરોજ સવારે તે દિવસને માટે પોતાની જાતને ઈશ્વરને અર્પણ કરજો. તમારી બધી યોજનાઓ તેની આગળ મૂકજો અને તેની ઈચ્છા પ્રમાણે પાર ઉતારજો અથવા છોડી દેજો. આ રીતે દીવસે દીવસે તમે પોતાના જાતને ઈશ્વરના હાથમાં વધારે ને વધારે આપી શકશો, તેમ તેમ તમારૂં જીવન ખ્રીસ્તના જીવન જેવું વધારે ને વધારે બનશે.SC 58.2

    ખ્રીસ્તમાં જીવવું એટલે આરામમાં જીવવું. લાગણીઓનો આવેશ નહિ હોય તો ચાલશે, પણ નિરંતર શાંત વિશ્વાસની તો જરૂર છે જ. તમારી આશા પોતાનમાં નહિ, પણ ખ્રીસ્તમાં છે. તમારી અશકિત તેની શકિત સાથે, અજ્ઞાન તેના ડહાપણ સાથે, અને દુર્બળતા તેની સબળતા સાથે જોડાઈ ગઈ છે. માટે હવે તમારી પોતાની જાત તરફ જોવાનું નથી - પોતાનો વિચાર કરવાનો નથી. પણ ખ્રીસ્ત તરફ જોવાનું છે. તમારા માનને ખ્રીસ્તની પ્રીતિ અને તેના ખ્રીસ્તની શરમ, ખ્રીસ્તની શુદ્ઘતા અને પવિત્રતા ખ્રીસ્તનો અનુપમેય પ્રેમ- આ આત્મા માટે ચિંતનના વિષ્ય છે. તેને ચાહવાથી, તેની નકલ કરવાથી અને તેના પર સંપૂર્ણ આધાર રાખવાથી. તમે બદલાઈ તેના જેવા થવાનાં છો.SC 59.1

    ઈસુ કહે છે કે, “મારામાં રહો.” આ શબ્દોમાં આરામ, દ્દઢતા તથા ભરોસાનો અર્થ સમાએલો છે. વળી તે તમને આમંત્રણ આપે છે કે, “મારા પાસે આવો, ને હું તમને ..... વિસામો આપીશ.” માત્થી ૧૧:ર૮,ર૯. ગીતશાસ્ત્રકારનાં વચનોમાં પણ એજ વિચાર રહેલો છે: “યહોવાહની આગળ શાંત થા, અને તેની વાટ જો..” અને યશાયાહ તો ખાતરી આપે છે કે, “શાંત રહેવાથી તથા શ્રદ્ઘા રાખવાથી તને સામથ્ર્ય મળશે.” ગીતશાસ્ત્ર ૩૭:૭; યશાયાહ ૩૦:૧પ, આ આરામ નિવૃત્તિમાં મળતો નથી. કારણ કે ત્રાતાનાં આમંત્રણમાં આરામનાં વચન સાથે વૈતરા માટે બોલાવે છે. “મારી ઝુંસરી તમે પોતા પર લો, ..... ને તમે.... વિસામો પામશો.” માત્થી ૧૧:ર૯. જે હ્રદયમાં ખ્રીસ્ત સૌથી વધારે આરમ લે છે, તે તેના માટે વૈતરૂં કરવામાં ઘણી મહેનતા તથા ઉત્સાહ બતાવશે.SC 59.2

    જયારે મન પોતાનો જ વિચાર કરવા બેસે છે, ત્યારે તે શકિત અને જીવનદાતા ખ્રીસ્ત તરફથી ફરી જાય છે. તેથી શેતાન હંમેશાં માણસનું ધાયન તેના ત્રાતા તરફ જતું હોય, તો તેને બીજી તરફ દોરવાં પ્રયત્ન કરે છે, અને માણસનો ખ્રીસ્ત સાથે મેળવા તથા સંબંધ થતો હોય, તે અટકાવવા પ્રયત્ન કરે છે. જગતની મોઝમઝા, જીવનની જંજાળો, ગુંચવણો અને દીલગીરીઓ, બીજાની ભૂલો અથવા પોતાની ભૂલો અને ખામીઓ- આમાંની કોઈ અથવા બધી બાબતો તરફ તે માણસનું લક્ષા ખેંચવા પ્રયત્ન કરે છે. તેની યુકિતઓથી ખોટે રસ્તે દોરવાતા નહિ. ઘણાં માણસો ખરેખર એક નિષ્ઠાવાળા હોય છે અને તેઓ ઈશ્વરના માર્ગે જીવન ગાળવા ઈચ્છે છે, તેઓને તેમની ભૂલો અને નબળાઈઓનો વિચાર કરાવે છે અને આ રીતે તેમને ખ્રીસ્તથી જુદા પાડી તેમના પર જય મેળવવાની આશા રાખે છે. આપણે પોતાની જાતને જ મધ્યબિંદુ ધારી લઈ આપણો ઉદ્ઘાર થશે કે નહિ એવી ફીકર કર્યા કરવી નહિ. આ બધું આપણા આત્માને શકિતના મૂળથી જુદો પાડે છે. તમે પોતાની જાતને ઈશ્વરને સોંપી દો અને તેના પર શ્રદ્ઘા રાખો, વાત અને વિચાર બધું ઈસુ વિષે જ કરો. તેનામાં પોતાની જાતને ખોવાઈ જવા દો. તમારી શંકાઓ દૂર કરો; ભયને કાઢી મૂકો. અને પાઉલ પ્રેરિત સાથે બોલો કે, “હું જીવું છુ, તો પણ હવેથી હું નહિ, પણ મારામાં ખ્રીસ્ત જીવે છે; અને હવે દેહામં જે મારૂં જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે; તેણે મારા પર પ્રેમ રાખ્યો, અને મારે સારૂ પોતાનું અર્પણ કર્યુ” ગલાતી ર:ર૦. પ્રભુમાં આરામ લો. તમે જે તેને સોંપ્યું છે, તે સાચવવાને તે શકિતવાન છે. જો તમે પોતાની જાતને તેના હાથમાં છોડી દેશો, તો તમને ચાહનાર(ઈસુ) દ્વારા તે તમને વિજયવંત બનાવશે.SC 59.3

    ખ્રીસ્તે મનુષ્ય સ્વભાવનો અંગીકાર કર્યો, ત્યારથી તેણે મનુષ્ય જાતને પોતાની સાથે પ્રેમની એવી સાંકળથી બાંધી લીધેલ છે, કે માણસની પોતાની ઈચ્છા સિવાય કોઈ પણ એ સાંકળ તોડી શકતું નથી. શેતાન આ સાંકળ તોડવા માટે - ખ્રીસ્ત સાથેનો આપણો સંબંધ તોડવા માટે - લાલચો સતત આપ્યા કરે છે. આ વાતમાં આપણે સાવધાન રહેવાની, પ્રાર્થના કરવાની, અને પ્રયત્ન કરવાની જરૂર છે કે બીજો ધણી પસંદ કરવાને આપણને કોઈ લલચાવી ન શકે; કારણ કે તેમ કરવાને આપણે હંમેશાં સ્વતંત્ર છીએ. પરંતુ આપણે આપણી નજર ખ્રીસ્ત પર સ્થિર રાખીશું, એટલે તે આપણને બચાવશે. ખ્રીસ્ત તરફ જોઈશું, તો આપણે સહીસાલમત છીએ, તેના હાથમાંથી આપણને કોઈ ઝુંટવી જાય તેમ નથી. તેની તરફ સતત જોયા કરવાથી આપણે “પ્રભુના આત્માથી અધિકીધક મહિમા ધારણ કરતાં તેજ રૂપમાં રૂપંતર ધારણ કરીએ છીએ.” ર કોરીંથી ૩:૧૮.SC 60.1

    આ રીતે આગળના -શરૂઆતના શિષ્યો પોતાના પિરય ત્રાતા જેવા થયા હતા. એ શિષ્યોએ જયારે ઈસુના શબ્દો સાંભળ્યા, ત્યારે તેઓને તેની જરૂર જણાઈ. તેઓએ શોધ્યો, તેઓને જડયયો અને તેઓ તેની પાછળ ગયા. તેઓ ઘરમાં જમવાના મેજ પર, ઓરડામાં અને ખેતરમાં પણ તેની સાથે જ રહ્રા જેમ શિષ્ય પોતાના ગુરૂ સાથે રહે છે તેમ તેઓ તેની સાથે રહીને મોઢેથી પોતાના રોજના પવિત્ર સત્યના પાઠો ભણ્યા. પોતાની ફરજ જાણવા માટે જેમ ચાકર શેઠ પાસે જાય તેમ તેઓ તેની પાસે જતા. તે શિષ્યો આપણી માફક “સ્વભાવે આપણા જેવા” માણસ હતાં. યાકૂબ પ:૧૭. તેમને પણ આપણાં જેવાં જ પાપની સામે યુદ્ઘો લડવાનાં હતાં; પવિત્ર જીવન ગાળવા માટે આપણા જેવી જ કૃપાની જરૂર હતી.SC 61.1

    યોહાન સૌથી પિ્રય શિષ્ય હતો અને જે પોતાના ત્રાતાને સૌથી વધારે મળતો આવતો હતો. તેનામાં પણ સ્વભાવથી જ ચારિત્ર્યની એટલી સુંદરતા ન હતી. તે હંમેશાં પોતાને ખરો ધરાતો અને મહત્વાકાંક્ષી હતો એટલું જ નહિ પણ કોઈ તેને ઈજા કરે, તો તે અકાળઈ ચીડાતો, પરંતુ દૈવી ચારિત્ર્ય તેની આગળ પ્રગટ થયું એટલે તેણે પોતાની ખામીઓ જોઈ અને જાણીને નમ્ર બન્યો. તેણે પ્રભુ પુત્રના દૈનિક જીવનમાં શકિત અને ધીરજ, બળ અને મૃદુતા તેમજ પ્રતાપ અને દીનતા, જોયાં તેથી તેનુ હ્રદય ખ્રીસ્ત તરફ ખેંચાતું ગયું, તે એટલે સુધી કે તે પોતાની જાતને પોતાના ગુરૂ પરના પ્રેમમાં ભૂલી જ ગયો. તેનો ચીઢીઓ અને લોભી સ્વભાવ ખ્રીસ્તની સર્જન શકિતને આધિન થઈ ગયો. પવિત્ર આત્માની નવું બનાવવાની અસરથી-(નવ સર્જન શકિતથી) - તેનું હ્રદય નવું બની ગયું. ખ્રીસ્તના પ્રેમની શકિતએ તેના ચારિત્ર્યનું રૂપાંતર કરી નાંખ્યું. ખ્રીસ્ત સાથે મેળાપ થવાથી જરૂર આવું જ પરિણામ આવે છે. જયારે ખ્રીસ્ત હ્રદયમાં વસે છે, ત્યારે બધો સ્વભાવ બદલાઈ જાય છે. ખ્રીસ્તનો આત્મા-ખ્રીસ્તનો પ્રેમ-હ્રદયને નમ્ર બનાવે છે, આત્માને આધીન કરે છે અને વિચાર તથા ઈચ્છાઓને ઈશ્વર તથા સ્વર્ગ તરફ વાળે છે.SC 61.2

    ખ્રીસ્તનું સ્વાર્ગારોહણ થયું, ત્યારે પણ તેની હાજરીની લાગણી શિષ્યોમાં હતી. તે ખ્રીસ્તની પોતાની પ્રેમ અને પ્રકાશથી ભરપુર હાજરી હત. તારનાર ઈસુ જે તેઓની સાથે ફર્યો હતો, જેણે વાતચીત અને પ્ર્રાર્થના કરી હતી, જેણે તેમનાં હ્રદયને આશા અને દીલાસો આપ્યાં હતાં, જેને શાંતિન સંદેશો આપતાં આપતાં જ સ્વર્ગમાં લઈ જવામાં આવ્યો હતો, તેનો અવાજ તેઓ પાસે ફરી આવ્યો અને દૂતો તેને આદરમાન આપતા હતા ત્યારે તેઓએ સાંભળ્યું કે, “જુઓ ,જગતનાં અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” માત્થી ર૮:ર૦. તે માણસના રૂપે સ્વર્ગમાં ગયો હતો. તે ઈશ્વરના સિંહાસન આગળ ગયો હતો છતાં તે પોતાનો મિત્ર અને તારનાર છે અને તેની લાગણીઓ બદલાઈ નથી તથા તે હજી દુ:ખી મનુષ્યજાત સાથે જોડાએલ છે, તે વાત તેઓ જાણતા હતા. તે ઈશ્વરની આગળ પોતાના કીંમતી લોહીના ગુણ-લાભ જણાવતો હતો અને પોતે જેઓનો ઉદ્ઘાર કર્યો હતો, તેઓને માટે પોતાને આપવી પડેલ કીંમતની યાદગીરી પોતાના ઘવાએલ (વિંધાએલ) હાથ પગ બતાવતો હતો. તે સ્વર્ગમાં આપણાં માટે જગ્યા તૈયાર કરવા ગયો છે અને પાછો આવશે અને આપણને પોતાની સાથે લઈ જશે, એ વાત તેઓ જાણતાં હતાં.SC 61.3

    સ્વર્ગારોહણ પછી તેઓ મળ્યા, ત્યારે તેઓ ઈસુને નામે બાપને વિનંતી કરવા આતુર હતા. ભયયુકત ગંભીરતાથી તેઓએ નમીને પ્રાર્થના કરી અને ખાતરીની વાત ફરીથી બોલ્યા કે, “જો તમે બાપ પાસે કંઈ માંગ્યું નથી; તમાર આનંદ સંપૂર્ણ થાય માટે માગો, ને તમને મળશે.” યોહાન ૧૬:ર૩, ર૪. “તેઓ જબરજસ્ત દલીલ સાથે પોતાનો હાથ વધારે ને વધારે ઉંચો કરતા તેદેવને જમણે કાથે છે, તે આપણે સારૂ મધ્યસ્થી પણ કરેછે.” રૂમી ૮:૩૪. પચાસમાં પર્વને દિવસે જે દિલાસો આપનાર વિષે ઈસુએ કહ્રું હતું કે, “તે તમારામાં વાસો કરશે” તે આવ્યો. વળી તેણે કહ્રું હતું કે, “મારૂં જવું તમને લાભકારક છે; કેમકે જો હું નહિ જાઉં, તો સંબોધક તમારી પાસે આવશે નહિ. પણ જો હું જાઉં, તો હું તેને તમારી પાસે મોકલી દઈશ.” યોહાન ૧૬:૭. અત્યારથી પવિત્ર આત્મા દ્વારા ખ્રીસ્ત ; પોતાનાં બાળકોનાં હ્રદયમાં હંમેશાં રહેવાનો હતો. ઈસુ પોતે તેઓની સાથે રહેત હતો તે વખતના કરતાંએ હમણાં તેઓનો સંબંધ વધારે નજીક નો થયો. અંતરમાં વસતાં ખ્રીસ્તનાં પ્રકાશ, પ્રેમ અને શકિત તેઓની મારફત નીકળ્યા, તેથી માણસો “આશ્ચર્ય પામ્યા, અને તેઓને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતાં.” પ્રેરિતોના કૃત્યો ૪:૧૩.SC 62.1

    ખ્રીસ્ત પોતાના પ્રથમ શિષ્યો માટે હતો તેવો જ આજે પણ પોતાનાં બાળકો માટે થવા ઈચ્છે છે, કારણ કે નાના શિષ્ય મંડળ સાથે પોતાની છેલ્લી પ્રાર્થનામાં તેણે કહ્રું કે, “હુ એકલા તેઓને સારૂ નહિ, પણ તેઓનાં વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓને સારૂ પણ વિનંતી કરૂં છું.” યોહાન ૧૭:ર૦.SC 63.1

    ઈસુએ આપણા માટે પ્રાર્થના કરતાં માંગ્યું હતું કે જેમ તે પોતે બાપ સાથે જોડાએલ છે તેમ આપણે પણ તેની એટલે ખ્રીસ્તની સાથે જોડાઈએ. કેવું સરસ ઐકય ¦ આપણા તારનારે પોતા વિષે કહ્રું છે કે, “દીકરો.... પોતે કંઈ કરી નથી શકતો ;” ” પણ બાપ મારામાં રહીને પોતાનાં કામ કરે છે ” યોહાન પ:૧૯ ; ૧૪:૧૦. એટલે જો ખ્રીસ્ત તમારા હ્રદયમાં વસતો હશે, તો તે “પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની તથા કરવાની પ્રેરણા કરશે. ” ફિલિપી ર:૧૩. જેમ તેણે કામ કર્યુ તેમ આપણે કરીશું ; આપણે તેના જેવો જ ઉત્સાહ બતાવીશું. એ રીતે ચાહતા થઈશુ, અને તેનામાં રહેતા આપણે “ખ્રીસ્ત જે શીર છે, તેમાં સર્વ પ્રકારે વધીશું.” એફેસી ૪:૧પ.SC 63.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents